નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન થયું છે. પાંચમાં તબક્કામાં માટે 6 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક અમેઠી પણ સામેલ છે. એવામાં મતદાન પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીની જનતાના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અમેઠીના લોકોને તેમનો પરિવાર બતાવ્યો છે. આ પત્રમાં વાયદો કરવામાં આવ્યો છે કે કૉંગ્રેસ સત્તામાં આવશે તો ભાજપ સરકારમાં જે યોજનાઓ બંધ કરવામાં આવી છે તેને ફરી શરૂ કરવામાં આવશે.


રાહુલ ગાંધીના આ પત્રને કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પરથી શેર કર્યો છે. આ પત્રની સાથે કૉંગ્રેસે એક ટ્વિટ પણ કર્યું, જેમાં લખ્યું કે અમેઠીના લોકો સાથે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંબંધો ભાવનાત્મક રીતે એટલા જ મજબૂત છે, જેટલા પરિવારના સભ્યો વચ્ચે હોય છે.

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું, અમેઠી મારો પરિવાર છે. મારો અમેઠી પરિવાર મને હિમ્મત આપે છે કે હુ સત્ય સાથે ઉભો રહું, હું ગરીબો અને નબળા લોકોની પીડા સાંભળી શકુ અને તેમનો અવાજ ઉઠાવી શકુ અને બધા માટે એક સમાન ન્યાયનો સંકલ્પ લઈ શકુ.

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો