નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન પર હજુ સસ્પેંશ યથાવતછે. નવી દયાબેનની શોધ માટે મેકર્સ મેહનત કરી રહ્યા છે. વર્ષો સુધી દિશા વાકાણી દયાબેનની ભૂમિકા ભજવી રહી હી. એવામાં નવી દયાબેન તરીકે કોઈ અન્ય એક્ટ્રેસને કાસ્ટ કરી દર્શકો સામે રજૂ કરવી મેકર્સ માટે મોટો પડકાર છે. શોના નિર્માતાનું કહેવું છે કે, નવી દયાબેનની શોધ ચાલુજ છે પરંતુ દિશા વાકાણી પણ શોમાં વાપસી કરી શકે છે.



સૂત્રો મુજબ એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા શોના પ્રોડ્યૂસરે કહ્યું કે, ‘નવી દયાબેન માટે અમે ઓનલાઇન વોટિંગ રાખી શકીએ છીએ. અમારા માટે દરેક રસ્તા ખુલા છે. જોકે એવી પણ શક્યતા છે કે દિશા વાંકાણી શોમાં પરત ફરે. ઘણા સારા કાલાકારો દયાબેનનો પાત્ર નિભાવવા માટે અમારા સંપર્કમાં છે. અમે પણ ઘણી એક્ટ્રેસ સાથે સંપર્કમાં છીએ. અમારા દર્શક પણ ઇચ્છે છે કે શોમાં દયાબેન જલ્દી પાછા ફરે ભલે પછી એ દિશા વાંકાણી હોય કે પછી કોઈ નવી એક્ટ્રેસ. અમે આ મામલે ટૂંકમાં જ નિર્ણય લઈશું.’

જોકે આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, દયાબેનના રોલ માટે અમી ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ શોના પ્રોડ્યુસરે આ વિશે પૂછતા કહ્યું કે, હાલ તેમને દયાબેન માટે કોઈ એક્ટ્રેસને ફાઇનલ કરી નથી. હાલ પણ યોગ્ય એક્ટ્રેસ માટે શોધ ચાલું છે.