રામપુરઃ લોકસભા ચૂંટણી નજીક આવતા જ નેતાઓને શું બોલવું-શું ન બોલવું તેનું ભાન રહ્યું નથી. સંભલથી સમાજવાદી પાર્ટી(SP)ના નેતા ફિરોઝ ખાને કહ્યું કે, બીજેપીમાં સામેલ થયેલી એક્ટ્રેસ અને નેતા જયા પ્રદા રામપુરથી ઉતર્યા બાદ માહોલ રંગીન થઈ જશે.

ફિરોઝ ખાને કહ્યું કે, એક દિવસ હું બસમાં જઈ રહ્યો હતો, રસ્તામાં ટ્રાફિક જામ હતો. તેમાં તેનો (જયા પ્રદા) કાફલો પણ ફસાયેલો હતો. મને લાગ્યું કે તે ટ્રાફિક ખુલ્લો કરાવવા ક્યાંક ઠુમકા ન મારી લે. ફિરોઝ ખાન આટલેથી અટક્યા નહોતા અને આગળ કહ્યું કે, હવે તો રામપુરની રાતો રંગીન થઈ જશે. ચૂંટણી માહોલ જામશે તો રામપુરના લોકો પણ ઘણા સારા છે. તેઓ વોટ તો આઝમ ખાનને જ આપશે પરંતુ મજા જરૂર લેશે. મને ચિંતા છે કે સંભલના લોકો પણ ક્યાંક મજા લૂંટવા ન જતા રહે.


ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી સંઘમિત્રા મૌર્ય પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોઈ ખુદને ગુંડી કહે કે નાચનારી, અમે તેના પર શું કહીએ ? અમે થોડું તેમને ચારિત્ર્યનું સર્ટિફિકેટ આપ્યું છે.

લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ

સપા-આરએલડી-બસપાને મોદીએ ગણાવી ‘શરાબ’, જુઓ વીડિયો

PM મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ, કહ્યું- જે લોકો બેંકમાં ખાતા ન ખોલાવી શક્યા તેઓ પૈસા આપવાની વાતો કરે છે