નવી દિલ્હીઃ પટના સાહિબથી ભાજપના વર્તમાન સાંસદ શત્રુધ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસમાં સામેલ થશે. રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. ગુરુવારે કોંગ્રેસ હેડ ક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. શત્રુધ્ન પટના સાહિબ સીટ પરથી જ લોકસભા ચૂંટણી લડી શકે છે.


બિહારમાં નીતિશ કુમારની પાર્ટી સાથે થયેલા ગઠબંધન મુજબ પટના સાહિબની સીટ ભાજપના ખાતામાં આવી છે. આ સીટ પરથી બીજેપીએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. પરિણામે અહીંયા રવિશંકર પ્રસાદ વિરુદ્ધ શત્રુધ્ન સિન્હાનો મુકાબલો જોવા મળી શકે છે.


શત્રુધ્ન સતત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા આવ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વખત વિપક્ષના નેતાઓને મળતા રહ્યા છે. તેમણે વિપક્ષના નેતાઓ સાથે મંચ પર શેર કર્યો છે. પટના સાહિબથી ટિકિટ કપાવવા પાછળ આ મુખ્ય કારણ માનવામાં આવે છે.

થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર પાર્ટી છોડવાનો સંકેત આપી લખ્યું હતું કે, તમે જે વાયદા કર્યા હતા તે હજુ સુધી પૂરા નથી થયા. હું આશા અને પ્રાર્થના કરું છું કે જલદી વાયદા પૂરા થાય. ‘મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, તેરી મહફિલમાં હમ ન હોંગે.’

વાંચોઃ જેટ એરવેઝ રાહત પેકેજઃ માલ્યાએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું

પટના સાહિબ સીટ પર અંતિમ અને સાતમા તબક્કામાં ચૂંટણી થશે. 19 મેના રોજ અહીંયા વોટિંગ થશે. બિહારમાં લોકસભા ચૂંઠણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ અને સાતમા તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. મત ગણતરી 23 મેના રોજ થશે.

‘માંકડ સ્ટાઇલમાં કોઈને આઉટ નથી કરવાનો, IPL કેપ્ટનોની મીટિંગમાં થયો હતો નિર્ણય’, જાણો કોણે કર્યો દાવો

દયાબેન બાદ હવે આ સ્ટાર છોડી શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ, નામ જાણીને ચોંકી જશો

ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......