નવી દિલ્હીઃ બીજા તબક્કાની 95 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે વોટ આપીને લોકતંત્રને વધુ મજબૂત કરવાની અપીલ કરી હતી. જેમાં તમિલનાડુની 38, કર્ણાટકની 14 અને મહારાષ્ટ્રની 10 બેઠકો સામેલ છે. આ ઉપરાંત આસામ, બિહાર અને ઓડિશામાં પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. જ્યારે મણિપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠક પર વોટિંગની શરૂઆત થઈ છે. આ ઉપરાંત ઓડિશામાં વિધાનસભાની 35 બેઠકો માટે પણ લોકસભાની સાથે જ મતદાન થઈ રહ્યું છે. વોટ આપવા મતદારોએ પોલિંગ બુથ બહાર લાઇન લગાવી દીધી છે.


અપડેટ્સ

- સવારે 11  વાગ્યા સુધીમાં તમિલનાડુમાં 30.62%, આસામમાં 26.39%, છત્તીસગઢમાં 26.2%, બંગાળમાં 33%, યુપીમાં 24%, બિહારમાં 19% વોટિંગ નોંધાયું

- મણુિપુરમાં 11 વાગ્યા સુધીમાં 32.18 ટકા વોટિંગ નોંધાયું

- કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ભાગલપુરથી મત આપ્યો

- યુપી કોંગ્રેસ ચીફ અને ફેતપુર સિક્રીના ઉમેદવાર રાજ બબ્બરે વોટ આપ્યો

- અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ મળી

- પૂર્વ PM એચડી દેવગૌડાએ કર્યું વોટિંગ

- RSS નેતા દત્તાત્રેય હોસબોલેએ બેંગલુરુમાં વોટિંગ કર્યું

- કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ પત્ની અનિતા અને પુત્ર નિખિલ સાથે વોટિંગ કર્યું.

- તમિલનાડુમાં શિવગંગાથી ભાજપ ઉમેદવાર એ રાજાએ મત આપ્યો

- મથુરામાં 9 વાગ્યા સુધીમાં 9.5 ટકા વોટિંગ, બુલંદશહરમાં 10 ટકા

- કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે પત્ની કન્નિકા સાથે તુમકુરથી વોટિંગ કર્યું

- DMK નેતા અને થૂથુકુડીથી લોકસભા ઉમેદવાર કનીમોઝીએ મતદાન કર્યું

- મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઇમ્ફાલમાં વોટિંગ કર્યું

- બિહારની 5 સીટ પર 8 વાગ્યા સુધીમાં 12.7% વોટિંગ

- પુડ્ડચેરીના સીએમ વી નારાયણસેમીએ વોટિંગ કર્યું

- મણિપુરના ગવર્નર નઝમા હેપતુલ્લાએ ઇમ્ફાલમાં મત આપ્યો

- PM મોદીએ વોટ આપીને લોકતંત્રને વધુ મજબૂત કરવાની અપીલ કરતું ટ્વિટ કર્યું

- પડ્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ વોટિંગ કર્યું

- કમલ હસને ચેન્નઇની અલવરપેટ કોર્પોરેશન સ્કૂલના પોલિંગ સ્ટેશન નં 27માં પુત્રી શ્રુતિ સાથે વોટિંગ કર્યું

- રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બેંગ્લોર સાઉથ બેઠક પર જયાનગરના પોલિંગ બુથ 54 પરથી મત આપ્યો

- કોંગ્રેસ નેતી પી.ચિદમ્બરમે તમિલનાડુમાં શિવગંગાનગરના કરાઇકુડિ પોલિંગ સ્ટેશનમાં વોટિંગ કર્યુ.

- તમિલના સુપર સ્ટાર રજનીકાંતે મતાધિકારનો ઉપયોગ કર્યો.

- મહારાષ્ટ્રના સોલાપુરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સુશીલકુમાર શિંદેએ વોટિંગ કર્યું.

- પી. ચિદમ્બરમાં પુત્ર કાર્તિએ પત્ની અને માતા સાથે મતદાન કર્યુ




1664 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે

બીજા તબક્કામાં કુલ 1664 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. બીજા તબક્કામાં ચૂંટણી લડતા કુલ ઉમેદવારો પૈકી 27 ટકા કરોડપતિ છે. જ્યારે 16 ઉમેદવારો પાસે કોઇ પણ પ્રકારની સંપત્તિ નથી. એડીઆર રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં 1664 પૈકી 27 ટકા એટલે કે 423 ઉમેદવારો પાસે એક કરોડ કે તેનાથી વધારે સંપત્તિ છે. તમિલનાડુની કન્યાકુમારી સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા વસંતા કુમાર 417 કરોડની સંપત્તિ સાથે આ તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર છે.


બીજા તબક્કાની ચૂંટણીમાં જુઅલ ઓરમ, સદાનંદ ગોવડા, પોન રાધાકૃષ્ણન, એચ ડી દેવેગોવડા, વિરપ્પા મોઇલી, રાજ બબ્બર, ફારૃક અબ્દુલ્લાહ, હેમા માલિની, દયાનિધિ મારન, એ રાજા અને કાનિમોઝીનું ભવિષ્ય ઇવીએમમાં સિલ થઇ જશે.

તમિલનાડુમાં જયલલિતા-કરૂણાનગર વગર પ્રથમ ચૂંટણી

બીજા તબક્કાની 95 સીટો કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે ખૂબ મહત્વની છે. કારણકે આ 95 સીટમાંથી 55 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તેમાં પણ તમિલનાડુની 39 સીટો ભાજપ માટે ખૂબ મહત્વની છે. તમિલનાડુની 35 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તમિલનાડુમાં એમ કરુણાનિધિ અને જયલલિતા વગર પ્રથમ લોકસભા ચૂંટણી છે. બંને દિગ્ગજ નેતાઓ ન હોવાના કારણે બીજેપી રાજ્યમાં આ ચૂંટણી દ્વારા પકડ મજબૂત કરવા માંગશે.

2nd Phase Voting: ચેન્નઈમાં રજનીકાંત, કમલ હસન અને શ્રુતિ હસને કર્યું મતદાન, જુઓ વીડિયો


મહારાષ્ટ્રઃ નાંદેડમાં સૌથી પહેલા દિવ્યાંગ મહિલાએ કર્યું મતદાન? જુઓ વીડિયો