લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનમાં પ્રથમ કલાકમાં કોણે-કોણે આપ્યો મત, જુઓ તસવીરો
abpasmita.in | 18 Apr 2019 08:17 AM (IST)
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનની શરૂઆત થવાની સાથે જ પ્રથમ એક કલાકમાં અનેક હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનની શરૂઆત થવાની સાથે જ પ્રથમ એક કલાકમાં અનેક હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતામાંથી નેતા બનેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો પણ સમાવેશ થતો હતો. તમિલનાડુમાં રજનીકાંતે ચેન્નઇ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રમાં સ્ટેલા મેરિસ કોલેજમાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બેંગ્લોર સાઉથ બેઠક પર જયાનગરના પોલિંગ બુથ 54 પરથી મત આપ્યો. તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ સેલમથી વોટિંગ કર્યું અભિનેતા અને રાજકીય પાર્ટી MKMના ચીફ કમલ હસને પુત્રી શ્રુતિ હસન સાથે ચેન્નઇમાં વોટિંગ કર્યું કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પરિવારે શિવગંગાનગરના કરાઇકુડીથી મત આપ્યો મહારાષ્ટ્રના સોલાપુરમાંથી કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ વોટિંગ કર્યું