સુરતઃ લોકસભા ચૂંટણીને લઈ આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. સુરત બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કર્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારની સામે અશોક અધેવાડને ટિકિટ ફાળવી છે.

દર્શનાબેનને સતત ત્રીજી વખત ટિકિટ ફાળવવામાં આવી છે. 2014માં દર્શનાબેન સુરતમાં પાંચ લાખ કરતા વધુ લીડથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડ મૂળ સૌરાષ્ટ્રના છે.

આ પહેલા કૉંગ્રેસે જામનગર બેઠક પરથી મુળુભાઈ કંડોરીયાને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર બેઠક પરથી સી જે ચાવડા, સૌથી ચોંકાવનારૂ નામ અમરેલી બેઠક પર જાહેર થયું છે. કૉંગ્રેસે આ બેઠક પર ગુજરાત કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગર બેઠક પર સોમા પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો