વડોદરાઃ પ્રોજેક્ટર ઉપર દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19ની સટ્ટોડિયાઓની પોલીસે ધરપકડ કરી હતી. આ સટ્ટોડીયાઓ મોબાઇલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રિકેટ ગુરૂ અને ક્રિક લાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હતા.


2008થી 2012 સુધી તુષાર અરોઠે ઇન્ડિયન વિમેન્સ ટીમના ફિલ્ડિંગ કોચ અને હેડ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2017-2018 દરમિયાન ઇન્ડિયન વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે રહી ચૂક્યા છે. કોચ અને મહિલા ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચેના સંબંધો વચ્ચે તાલમેલ ન હતો. જેથી તુષાર અરોઠેએ રાજીનામુ આપ્યું હતું.


ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, અલકાપુરી એક્ઝોટિકા ખાતે આવેલા કેફેની બાજુના શેડમાં કેફેના માલિકો દ્વારા પ્રોઝેક્ટરનો ઉપયોગ કરીને આઇ.પી.એલ.ની દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી મેચ લાઇવ બતાવીને સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે દરોડો પાડી 19 સટ્ટોડીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાંથી બાબા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 21 મોબાઇલ ફોન, પ્રોજેક્ટર, 9 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર, પ્રોઝેક્ટર સ્ક્રિન મળી કુલ રૂપિયા 14,39,960નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો

વર્લ્ડકપ 2019: સચિન તેંડુલકરે કોહલી અને ભારતીય ટીમને આપ્યો ખાસ મેસેજ, થયો ભાવુક, જાણો શું કહ્યું

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીને કરાવવી પડી નાકની સર્જરી, જાણો વિગત

મહેસાણા બેઠક પર ભાજપ જયશ્રીબેનના બદલે આ મહિલા આગેવાનને આપી શકે છે ટિકીટ? જુઓ વીડિયો