અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ને લઇ ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. બપોરે ત્રણ કલાક સુધીમાં રાજ્યમાં સરેરાશ 51 ટકા વોટિંગ થયું છે. અમદાવાદ પૂર્વમાં 49.84 ટકા અને અમદાવાદ પશ્ચિમમાં 45.73 ટકા વોટિંગ થયું છે.

આજે બપોરે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે વોટિંગ કર્યું હતું. જે બાદ તેણે આ અંગેની તસવીર ટ્વિટર પર અપલોડ કરી હતી. જસપ્રીત હાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. જસપ્રીતનો વર્લ્ડકપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


લોકસભા ચૂંટણી LIVE: રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન, ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કઇ કઇ જગ્યાએ EVM ખોટકાયા, જાણો વિગત

અમરેલી: યુવક એમ્બ્યુલન્સમાં પહોંચ્યો મતદાન કરવા, જુઓ વીડિયો