અલીગઢ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અલીગઢમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. સપા-બસપા પર નિશાન સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું, 'જે લોકો લોકસભામાં પ્રધાનમંત્રીનું સપનું જોઈ રહ્યા છે. જે 40 બેઠકો પર ચૂંટણી નથી લડી રહ્યા, તે શું દેશના પ્રધાનમંત્રી બની શકે છે.' પીએમ મોદીએ નિશાન સાધતા કહ્યું, 'તમે કહો છો કે આતંકવાદ દૂર થવો જોઈએ પરંતુ મહામિલાવટ વાળા કહે છે કે મોદી હટવા જોઈએ.'
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉત્તરપ્રદેશની પહેલાની સરકાર દ્વારા કરવામાં આવેલી અવગણનાનો ઉલ્લેખ કરતા કહ્યું, આટલુ મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ અને અહીં આટલા શક્તિશાળી લોક પરંતુ ઉત્તરપ્રદેશનું હિંદુસ્તાનામાં જે સ્થાન બનવું જોઈએ, તે અહીંની રાજનીતિએ બનવા ન દિધું.
પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને ગરીબી હટાવવું તેમનું મિશન છે. પીએમ મોદીએ લોકોને પુછ્યું આતંકવાદ નાબૂદ થવો જોઈએ કે નહી? પાકિસ્તાની આતંકીઓને તેના ઘરમાં જઈને મારવા જોઈએ કે નહી? સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરવી જોઈએ કે નહી? આપણા વીર જવાનો ખુલ્લી છૂટ આપવી જોઈએ કે નહી?
40થી ઓછી બેઠકો પર ચૂંટણી લડનારા PM બનવાના સપના જોવે છે: મોદી
abpasmita.in
Updated at:
14 Apr 2019 05:55 PM (IST)
ધાનમંત્રી નરેંદ્ર મોદીએ અલીગઢમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. સપા-બસપા પર નિશાન સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું, 'જે લોકો લોકસભામાં પ્રધાનમંત્રીનું સપનું જોઈ રહ્યા છે. જે 40 બેઠકો પર ચૂંટણી નથી લડી રહ્યા, તે શું દેશના પ્રધાનમંત્રી બની શકે છે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -