મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સામનાને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે શિવસેનાની આગામી રણનીતિ, ભાજપ સાથે ગઠબંધન અને સીએમ પદને લઈ જવાબ આપ્યા હતા. આ ઉપરાંત તેમમે એવું પણ વચન આપ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર શિવસૈનિક જ બેસશે.


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 24 તારીખ બાદ હું ફરી બોલીશ. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર શિવસૈનિકને બેસાડીને બતાવીશ. આ મારું શિવસેના પ્રમુખ (બાલાસાહેબ ઠાકરે)ને વચન છે. તેમણે કહ્યું, આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યો છે તેનો મતલબ એ નથી કે મેં રાજકારણમાંથી સંન્યાસ લીધો છે અને ખેતી કરવા ગયો છું. સીએમ પદને લઈ બીજેપીની સહમતિ પર તેમણે કહ્યું, કોઈ સાંભળે કે ન સાંભળે, આ વચન મેં કોઈને પૂછીને આપ્યું નથી. આ વચન મેં મારું સર્વસ્વ અર્થાત મારા ગુરુ, મારા પિતા, મારા નેતા.... જે કંઈ માનું છું તેમને આપ્યું છે અને આ માટે મારે કોઈની જરૂર નથી.

2014 વિધાનસભા ચૂંટણીની જેમ શિવસેના આ વખતે આક્રમક કેમ નથી જોવા મળી રહ્યું ? જેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેનાની ઓળખ વાઘ છે અને તે વાઘ જ રહે છે. તેણે ગર્જના કે હુંકાર કરવાની જરૂર રહેતી નથી. 2014માં ગઠબંધન નહોતું, આ વખતે છે. છેલ્લા પાંચ વર્ષથી અમે સત્તામાં છીએ છતાં અમે દરેક વખતની જેમ જનતાનો અવાજ બન્યા છીએ.

મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 સીટો પૈકી શિવસેના 124 સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. એનડીએના સાથી પક્ષો આરપીઆઈ અને આરએસપી 14 તથા ભાજપ 150 સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

મોદી સરકારને મળી મોટી સફળતા, સ્વિસ બેંકે આપ્યું ખાતાધારકોનું લિસ્ટ

આકાશમાંથી દેખાયો મહાઆરતીનો અદભુત નજારો, 30 હજાર લોકોએ રચ્યું ગાંધીજીનું મુખારવિંદ

યસ બેંકનો શેર ઊંધા માથે પછડાતા લેવી પડી પોલીસની મદદ, જાણો કેમ