ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ જીતી બાદમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચ જીતી ચૂકી છે. હાલ ભારતીય ટીમ પાસે 160 પૉઇન્ટ છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડની અને શ્રીલંકા બન્ને ટીમો પાસે 60 પૉઇન્ટ્સ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ......
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમો રમી રહી છે, અને દરેક ટીમોને કુલ 9 સીરીઝ રમવાની છે. આ 9 સીરીઝમાંથી 6 સીરીઝનુ આયોજન ઘરેલુ મેદાન પર કરવામાં આવશે જ્યારે તો ત્રણ સીરીઝને ઘરથી બહાર રમવાની છે. આ દરમિયાન ટીમો જે રીતે જીત મેળવશે તે પ્રમાણે પૉઇન્ટ મેળવશે.
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમોનું પૉઇન્ટ ટેબલ.....
ભારતઃ 3 મેચ, 3 જીત, 160 પૉઇન્ટ
ન્યૂઝીલેન્ડઃ 2 મેચ, 1 જીત, 1 હાર, 60 પૉઇન્ટ
શ્રીલંકાઃ 2 મેચ, 1 જીત, 1 હાર, 60 પૉઇન્ટ
ઓસ્ટ્રેલિયાઃ 5 મેચ, 2 જીત, 2 હાર, 1 ડ્રૉ, 56 પૉઇન્ટ
ઇંગ્લેન્ડઃ 5 મેચ, 2 જીત, 2 હાર, 1 ડ્રૉ, 56 પૉઇન્ટ