નવી દિલ્હીઃ શાહિદના ફેને એક એવી જ પોસ્ટ શેર કરી છે. એને કબીર સિંહના ફિલ્મનો એક સીન શેર કર્યો અને લખ્યું કે જ્યારે કોઇ એક્ટર પોતાના કિરદારમાં ઇમોશન્સ અને ઝીંદગી ભરી દે છે તો સ્વાભાવિક છે, ઑડિયન્સ સ્ક્રીનથી ચીપકીને રહી જાય છે.

શાહિદની ફિલ્મ કબીર સિંહની તો એ આમ તો વિવાદીત રહી હતી. પરંતુ એની એક્ટિંગના ચોતરફ વખાણ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પણ 300 કરોડથી વધારે કમાણી કરી ગઈ છે.

તાજેતરમાં શાહિદના ફેને પોસ્ટ શેર કરી છે અને લખ્યું કે જ્યારે કોઇ એક્ટર પોતાના કિરદારમાં ઇમોશનલ થઇ જાય છે અને પોતાના કેરેક્ટરમાં ડૂબી જાય છે. ત્યારે એક વાત સાફ છે કે ઓડિયન્સ સ્ક્રીન સાથે ચોંટી જાય છે. એવું જ અહીં જોવા મળ્યું છે. ફિલ્મ કબીર સિંહમાં જ્યારે શાહિદ કપૂરને ખબર પડે છે કે એ પિતા બનવાનો છો તો એના રૂંવાટા ઊભા થઇ જાય છે.


શાહિદે પણ આ ફેનનો જવાબ આપતા કહ્યું કે આ તો મે પણ નોટીસ કર્યું નથી. ડિરેક્ટર સંદીપે પણ મને આ જણાવ્યું હતું જ્યારે મે આ ફિલ્મનું એડિટ જોયું હતું. આ ખૂબ જ શાનદાર છે કે તમે આ ક્ષણને નોટીસ કરી.

વર્કફ્રંટની વાત કરીએ તો શાહિદ કપૂર પોતાની ફિલ્મ શાહિદ કપૂરની સફળતાથી ખૂબ ખુશ છે અને એને હજુ સુધી કોઇ નવો પ્રોજેક્ટ સાઇન કર્યો નથી.