નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં સૌથી વધારે ઉત્તરપ્રદેશની 14, બિહારની 5 અને જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 7, રાજસ્થાનની 12 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 35.15 ટકા વોટિંગ નોંધાયું છે.

આ દરમિયાન આઈપીએલની વ્યસ્તતા વચ્ચે પણ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં વોટિંગ કર્યું હતું. ધોનીની સાથે તેની પત્ની, માતા અને પિતાએ પણ વોટિંગ કર્યું હતું. ધોની-સાક્ષીએ રાંચીની જવાહર વિદ્યા મંદિરના પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. ધોની અને સાક્ષીની દીકરી જીવા પણ વોટિંગ માટે સાથે આવી હતી.

7 મે, મંગળવારના રોજ ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે પહેલી ક્વોલિફાયર ચેન્નઈની એમ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.