અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ કુખ્યાત આરોપીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો.

એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે.ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે 35 જેટલા અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ચાર મહિલા અધિકારીઓની ટીમમાં સંતોક ઓડેદરા, નેત્મિકા ગોહિલ, શંકુતલા મલ અને અરૂણા ગામેતી સામેલ છે.

સંતોક ઓડેદરા મૂળ દ્વારકાના વતની છે. સંતોક ઓડેદરાએ માસ્ટર ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. સંતોક ઓડેદરાએ 2013માં પીએસ આઈ બન્યા હતાં. આખા ઓપરેશનમાં મોટી ભૂમિકા નિભાવી હતી.

નેત્મિકા ગોહિલ મૂળ ભાવનગરના વતની છે. નેત્મિકા ગોહિલ 2010માં પીએસઆઈ બન્યા હતાં. નેત્મિકાએ બીએ-એલએલબીમાં અભ્યા કર્યો છે. નેત્મિકાને નાનપણથી જ ચેલેન્જિંગ કામ કરવાની ઈચ્છા હતી. આ ઓપરેશનમાં નેત્મિકાએ બહુ મદદ કરી હતી.

શંકુતલા મલ મૂળ દાહોદના લિબડિયા ગામના વતની છે. શંકુતલા ઓગ્રેનિક કેમેસ્ટ્રીમાં એમએસસી કર્યું છે. શંકુતલાના માતા-પિતા ટીચર હતાં. આ ઉપરાંત શંકુતલાને ચેલેન્જિંગ જોબ કરવાની બહુ ઈચ્છા હતી.

અરૂણા ગામેતી મૂળ અરવલ્લી જિલ્લાના વતની છે. આ ઓપરેશનમાં અરૂણાનો મહત્વનો રોલ રહ્યો હતો. અરૂણાએ 2013માં પીએસઆઈ બન્યા હતાં.