નવી દિલ્હીઃ ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પીએમ મોદીએ પોતના મંત્રિપરિષદ સાથે શપથ લીધા હતા. કુલ 24 કેબિનેટ મંત્રીઓ, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. જોકે અનેક એવા નામ પણ છે, જેને મોદી કેબિનેટ 2.0માં સ્થાન ન મળ્યું. 2014માં પ્રથમ મોદી સરકારમાં મંત્રી બનેલ મેકના ગાંધી, સુરેષ પ્રભુ, જેપી નડ્ડા અને રાધામોહન સિંહને આ વખેત સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા નથી.




કેબિનેટ મંત્રીઓ સિવાય રાજ્ય મંત્રી રેન્કના રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મહેશ શર્મા, જયંત સિંહા, એસએસ આહલુવાલિયા, વિજય ગોયલ, કે. અલ્ફોંસ, રમેશ જિગાજિનાગી, રામ કૃપાલ યાદવ, અનંત કુમાર હેગડે, અનુપ્રિયા પટેલ, સત્યપાલ સિંહને પણ મંત્રી પરિષદમાં સામેલ કરવામાં નથી આવ્યા.



આ પૂર્વ મંત્રીઓમાંથી કે. અલ્ફોંસ ચૂંટણી હારી ગયા જ્યારે બાકીના જીતીને સંસદ પહોંચ્યા છે. જ્યારે અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી પણ આ વખતે કેબિનેટમાં નથી. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી લોકસભા ચૂંટણી નથી લડ્યા.