મણિપુરમાં કૉંગ્રેસને મોટો ઝટકો, 12 MLA એ પીસીસી પદેથી આપ્યું રાજીનામું
abpasmita.in | 30 May 2019 10:30 PM (IST)
મણિપૂરમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહના નેતૃત્વમા ભાજપ ગઠબંધનની સરકાર છે. રાજ્યમાં 2017માં વિધાનસભા ચૂંટણી બાદ કૉંગ્રેસના 29 ધારાસભ્ય હતા.
ઇન્ફાલ: લોકસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કૉંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. મણિપુરમાં કૉંગ્રેસના 12 ધારાસભ્યએ પ્રદેશ કૉંગ્રેસ કમિટી(પીસીસી)ના પદ પરથી બુધવારે રાજીનામું આપી દીધું છે. તેના બાદ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ પૂર્વોત્તર રાજ્યની બન્ને લોકસભા સીટ પર હાર બાદ ધારાસભ્યએ પ્રદેશ કૉગ્રેસ કમિટીના અધ્યક્ષ ગેખનગમને પોતાનું રાજીનામું સોંપ્યું છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહના નેતૃત્વમા રાજ્યમાં ભાજપ ગઠબંધનની સરકાર છે. રાજ્યમાં 2017માં વિધાનસભા ચૂંટણી બાદ કૉંગ્રેસના 29 ધારાસભ્ય હતા. મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ, શાહ, રાજનાથસિંહ સહિત મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રીઓ સામેલ મે નરેંદ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું....