લખનઉઃ લોકસભા ચૂંટણીમાં પીએમ વડાપ્રધાનને હરાવવા અને સત્તા પરિવર્તનને હેતુથી ભેગા થયેલા યુપીના દિગ્ગજ નેતાએ આજે જાહેર મંચ પરથી એક જનસભાને સંબોધિત કરશે.
યુપીમાં બીએસપી, એસપી અને આરએલડી ગઠબંધન કર્યુ છે, હવે લોકસભા ચૂંટણી માટે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતા માયાવતી, અખિલેશ અને અજીત સહારનપુરના દેવબંદના એક મંચ પર દેખાશે. આ નેતાઓની પહેલી સંયુક્ત રેલી છે. દેવબંદની આ રેલી જામિયા તિબ્બિયા મેડિકલ કૉલેજની પાસે આયોજિત કરવામાં આવી છે.
આ રેલીને બીએસપી સુપ્રીમો માયાવતી સંબોધિત કરશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ મંચ પર હાજર રહેશે, જ્યારે અજીત સિંહ પણ રેલીને સંબોધિત કરશે. આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે મહાગઠબંધનની ત્રણેય પાર્ટીઓના પ્રમુખ નેતાઓ એક મંચ પર જોવા મળશે.
UPમાં મહાગઠબંધનની આજે સંયુક્ત રેલી, સહારનપુરના દેવબંદમાં એક મંચ પર દેખાશે એ દિગ્ગજ નેતાઓ
abpasmita.in
Updated at:
07 Apr 2019 10:20 AM (IST)
રેલીને બીએસપી સુપ્રીમો માયાવતી સંબોધિત કરશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ મંચ પર હાજર રહેશે, જ્યારે અજીત સિંહ પણ રેલીને સંબોધિત કરશે. આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે મહાગઠબંધનની ત્રણેય પાર્ટીઓના પ્રમુખ નેતાઓ એક મંચ પર જોવા મળશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -