નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે સાત તબક્કાના મતદાન બાદ વિવિધ ટીવી ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પૉલ રજૂ કરવામાં આવ્યા. જેમાં બીજેપી-એનડીએને ફરી સત્તા વાપસીના સંકેત મળ્યા છે. જોકે, હજુ 23મીએ ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ રિઝલ્ટ મળ્યા બાદ જ સત્તાના ગણિત સ્પષ્ટ થશે. એક્ઝિટ પૉલના આંકડા જોઇને રાજકારણીઓ, જનતા અને ક્રિકેટરો પણ ચોંકી ગયા હતા

સર્વેના પરિણામોને જોઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર મોહમ્મદ કૈફ ચોંકી ગયો, કૈફે આને લઇને એક ટ્વીટ પણ કરી દીધુ હતુ, અને કહ્યું કે કેવી રીતે લોકો રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અલગ અલગ રીતે વૉટ કરે છે.



કૈફે ટ્વીટ કરતાં લખ્યુ કે, ''2019ના એક્ઝિટ પૉલ બતાવે છે કે, કઇ રીતે લોકસભા અને રાજ્યની ચૂંટણીમાં ફરક હોય છે. થોડાક મહિનાઓમાં જ વસ્તુ કઇ રીતે બદલાઇ જાય છે. પણ વૉટ મતદારો સારી રીતે જાણે છે અને છેલ્લા લગભગ દોઢ મહિનાથી ચાલી રહેલો આ લોકતંત્રનો ખુબસુરત તહેવાર છે. બાકી 23 તારીખે બધુ ખબર પડી જશે.''