નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી અભિયાનને વધુ ઝડપી બનાવી દીધુ છે. લગભગ બે મહિના લાંબા ચૂંટણી પ્રચાર અભિયાનમાં વડાપ્રધાન મોદી સહિત બીજેપીના સ્ટાર પ્રચારકો લગભગ એક હજારથી વધુ સભાઓ કરશે. સુત્રોનુ માનીએ તો આમાં પીએમ મોદીની લગભગ 200 સભાઓ હશે.



ચૂંટણી પ્રચારમાં બીજેપી અને એનડીએની બેઠકો માટે સ્ટાર પ્રચારકો પ્રચાર મેદાનમાં ઉતરશે. સાત તબક્કાના ચૂંટણી અભિયાનમાં બીજેપીએ પીએમ મોદી ઉપરાંત બીજેપી અધ્યક્ષ અમિત શાહ સૌથી વધુ સભાઓ કરશે.



અન્ય પ્રચારકોમાં રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, સ્મૃતિ ઇરાની, શિવરાજ સિંહ ચૌહાણ, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ છે.