નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક સ્ટાર્સ સાથે મુલાકાત કરી હતી. જોકે એ જાણવા મળ્યું ન હતું આ મુલાકાત ક્યા મુદ્દા પર હતી, પરંતુ હાલમાં જ રણવીર સિંહે આ મુલાકાતને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.

આ મુલાકાત અંગે અભિનેતા રણવીર સિંહે જણાવ્યુ કે શા કારણે PM મોદીએ બોલીવુડના કલાકારો સાથે કરી હતી મુલાકાત. નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઉદ્યોગના યુવા કલાકારોને એવી ફિલ્મો પર વધુ ભાર આપવા જણાવ્યુ જેમાં દેશ ભક્તિ ભારતની એકતાનો સંદેશો આપવામાં આવી રહ્યો હોય.



રણવીરે જણાવ્યુ કે, હું હમણા જ PM મોદીને મળ્યો હતો. અમારી મુલાકાત ખુબજ સારી રહી. અમે તેમને ફિલ્મમાં યુવા કલાકારો જે કામ કરી રહ્યા છે તેનાથી માહિતગાર કર્યા. અભિનેતાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ કલાકારોને કહ્યુ કે જો શક્ય હોય તો એવી વસ્તુઓ પર ફિલ્મો બનાવો જેમાં ભારતની એકતાનો સંદેશો આપવામાં આવ્યો હોય.

આ વર્ષે જાન્યુઆરીમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિક્કી કૌશલ અને આયુષ્યમાન ખુરાના સહિત બીજા કલાકારોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.