નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારંભમાં શપથ ગ્રહણ કરશે. પીએમ મોદી આવતી કાલે સાંજે 7 વાગ્યે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે જ 65થી 70 મંત્રી પણ શપથ લેશે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદી મંત્રીમંડળ 2માં કોને-કોને મંત્રી બનાવાશે અને કોને કયું મંત્રાલય અપાશે તેને લઈને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વચ્ચે લગભગ 5 કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠકમાં શાહ-મોદીએ ભાજપ અને ઘટક દળોમાંથી બનનાર મંત્રીઓ અને તેમના વિભાગોને અંતિમ રૂપ આપી દીધું છે.

આ વખતે મંત્રીઓને લઈ એટલું સસ્પેન્સ છે કે ખુદ અમિત શાહ પણ મંત્રીમંડળમાં સામેલ થશે કે નહીં તે ખબર નથી. સૂત્રોના હવાલેથી માહિતી મળી છે કે પશ્ચિમ બંગાળમાં હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાઓના પરિવારજનોને શપથ ગ્રહણ સમારંભમાં બોલાવ્યા છે.