આણંદ: અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને તારીખ 31 માર્ચ, 2019ના રોજ પૂરા થતાં નાણાંકિય વર્ષ 2018-19માં રૂપિયા 45,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં 13% વધારે છે. આ સાથે જ ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક તરીકે અગ્રેસર રહ્યું છે.
વર્ષ 2009-10માં રૂપિયા 8005 કરોડના ટર્નઓવરથી વર્ષ 2018-19 સુધીમાં ચાર ગણાથી વધુ એટલે કે રૂપિયા 33,150 કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કર્યો છે. ગુજરાતના ડેરી સંગઠનોની રાજ્યની એપેક્ષ સંસ્થાની તારીખ 28 મે, 2019ના રોજ યોજાયેલી 45મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યાં હતા.
વાસ્તવમાં જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂપિયા 45,000 કરોડ અથવા તો 6.5 અબજ યુએસ ડોલરનો આંક વટાવી ગયું છે.
જીસીએમએમએફનો ઉદ્દેશ રૂ. 50,000 કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવીને વર્ષ 2020-21 સુધીમાં ભારતની સૌથી મોટી એફએમસીજી (FMCG) સંસ્થા બનવાનું છે. અમૂલ પોતાને વિશ્વના 9માં ક્રમના ડેરી સંગઠનથી આગળ વધીને લાંબાગાળે વિશ્વની ટોચની ત્રણ સંસ્થાઓમાં અને તે પછી વિશ્વના સૌથી મોટા ડેરી સંગઠન તરીકે સુસ્થાપિત કરવા માંગે છે.
અમૂલ બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે? આંકડો જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2019 09:18 AM (IST)
નાણાંકિય વર્ષ 2018-19માં રૂપિયા 45,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં 13% વધારે છે. આ સાથે જ ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક તરીકે અગ્રેસર રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -