PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન, જાણો વિગત
abpasmita.in | 23 Apr 2019 08:26 AM (IST)
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ વોટિંગ કર્યું હતું. જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થયા હતા અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.
અમદાવાદ: આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે મતદાનના આગલા દિવસે જ ગુજરાત પધાર્યા હતાં. નરેન્દ્ર મોદી આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કુલમાં મતદાન કરવા પહોંચ્યા હતાં જ્યાં તેઓ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યું હતું જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ વોટિંગ કર્યું હતું. જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થશે. નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા થઈ ગયા હતા જ્યારે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં વળ્યાં હતાં. મોદીના આગમન પહેલા રાણીપમાં પોલીસનો ચોપંતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્કુલની આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતાં.