નવી દિલ્હી: સામ પિત્રોડા દ્વારા પુલવામા હુમલા અને બાલકોટ સર્જિકલ સ્ટ્રાઈક પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે, વિપક્ષના નેતાઓના નિવેદન પર સવાલ પૂછો. તેમને કહો કે 130 કરોડ ભારતીયો વિપક્ષના અસંગતતાને માફ નહીં કરે. ભારત સેનાની સાથે ખભેથી ખભા મેળવીને ઊભો છે.

સામ પિત્રોડાના નિવેદન સામે PM નરેન્દ્ર મોદીએ શું કર્યું ટ્વિટ? જાણો વિગત


નરેન્દ્ર મોદીએ સપા નેતા રામગોપાલ યાદવને પણ નિશાને લેતાં ટ્વિટર પર લખ્યું હતું કે, વિપક્ષની આદત રહી છે કે તેઓ આપણી સેના પર સવાલ ઊભા કરે. દેશના સિનિયર નેતા રામગોપલજીએ કાશ્મીરની રક્ષા કરતાં જવાનોનું અપમાન કર્યું છે. આપણા શહીદોના પરિવારોનું અપમાન કર્યું છે.


પિત્રોડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આઠ લોકો આવે છે અને કંઈક કરે છે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી ન ઠેરવી શકો. કેટલાક લોકો અહીં આવ્યા અને તેઓએ હુમલો કર્યો તેના માટે સમગ્ર દેશને જવાબદાર માનવો એ અપરિપક્વ વાત હશે.