નવી દિલ્હી: ભાજપે લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કરી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં ‘મેં ભી ચોકીદાર’ મુહિમની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે.



પીએમે ટ્વીટ કરી કહ્યું હતું, તમારો ચોકીદાર ડગ્યા વગર ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિને ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઈથી લડી રહ્યો છું તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે #MainBhichowkidar’.


નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર 3.45 મિનિટનો વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને બતાવવામાં આવ્યા છે. વીડિયોના અંતમાં પણ ચોકીદાર મુહિમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જોડાવાનું આહ્વાન કર્યું છે. આ કેમ્પેઈનમાં જોડાનારને નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે.