નવી દિલ્હીઃ ‘મેં ભી ચોકીદાર’ના નારાને આજે દેશભરમાં ફેલાવવા માટે નરેન્દ્ર મોદીની ટીમ મેગા શો કરવા જઈ રહી છે. રાફેલ પર કોંગ્રેસના ‘ચોકીદાર ચોર’ છે કેમ્પેઈનમાં તાળું લગાવવા માટે ભાજપે ચોકીદારને જ મોટું હથિયાર બનાવી લીધું છે. ભાજપે તેમના નારા ‘મેં ભી ચોકીદાર’ને દેશભરમાં ફેલાવાનું બીડું ઉપાડ્યું છે.



આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક મેગા પ્રોગ્રામ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશના 500થી વધારે શહેરો સાથે જોડાશે.



વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ આ કેમ્પેઈનને આગળ ધપાવશે. આ સાથે જ દેશભરમાં ભાજપના મંત્રી, તમામ દિગ્ગ્જ નેતાઓ, ધારાસભ્યો પીએમને સાંભળવા માટે હાજર રહેશે.