નવી દિલ્હીઃ પોતાના વિવાદિત નિવેદનોને લઇને હંમેશા ચર્ચમાં રહેનારા બીજેપી નેતા નરેશ અગ્રવાલે ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. નરેશ અગ્રવાલે ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં મઝિલા ગામમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી, અહીં તેમને ખુલ્લેઆમ સ્વીકાર્યુ કે, અમે ચૂંટણી સમયે દારુની બૉટલો વહેંચી હતી. તેમને કહ્યું કે, એક ધારાસભ્ય અંશુલ વર્માએ તેમના વિરુદ્ધ લેટર લખ્યો હવે તે રાજનીતમાંથી સમાપ્ત થઇ ગયા છે.

અગ્રવાલે કહ્યું કે, હા, અમે ચૂંટણી સમયે પાસી સમાજને દારુ વહેંચ્યો હતો, હું જાહેરમાં સ્વીકારુ છું કે મે દારુ વહેંચ્યો હતો, ઝેર તો ન હતુ વહેંચ્યુ ને. હું કહ્યું છું કે, યુપીમાં એકપણ પાસીને દારુ બનાવતા હું પકડાવવા નહીં દઉં, આ તેમનો ગૃહઉદ્યોગ છે. તેમને મજા આવે છે તો અમને પણ મજા આવે છે.



નરેશ અગ્રવાલે જાહેરસભામાં કહ્યું કે, તમારે પોલીસથી ડરવાની કોઇ જરૂર નથી, સરકાર જેની હોય ત્યાં જ જવુ જોઇએ. જ્યારે તમે પકડાઇ જશો તો શું વિપક્ષની પાસે જશો. ચાલુ સરકાર પાસે જ આવવું પડશે. એટલે જે સમજે તે સમજદાર અને ના સમજે તે નાદાન છે.