મુંબઈઃ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનેતા અર્જુન કપૂર સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા પણ મળ્યા છે. ત્યારે બન્નેએ ગોવામાં લગ્ન કરી લીધાના અહેવાલ ચર્ચામાં હતા. પરંતુ આ અહેવાલને લઈને મલાઈકા અરોરા તરફથી જવાબ આવ્યો છે અને તેને લઈને મૌન તોડ્યું છે.

Arjun Kapoor સાથે લગ્નને લઈને મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....


એક ઇન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ આ વાત પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે અર્જુન કપૂર સાથે લગ્ન કરવા નથી જઈ રહી અને આ વાતનો અંદાજ લગાવનારાઓ આવી અફવા પર વિશ્વાસ ન કરે. તેએ આ વાતને બકવાસ અફવા અને તેમાં કોઈ સત્યતા ન હોવાની ગણાવી હતી. બંને થોડા દિવસ પહેલાં માલદિવમાં વેકેશન મનાવતા જોવા મળ્યા હતા. આપને જણાવી અર્જુનની ઉંમર 33 વર્ષ છે જ્યારે મલાઇકાની ઉંમર 45 વર્ષ છે.



મલાઇકાએ હાલમાં સોલમેટનો ઉલ્લેખ કર્યો તો. ગત દિવસોમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામની વોલ પર એક સ્ટોરી મુકી હતી જેમાં લખ્યુ હતું કે, 'સોલમેટ, એક એવી વ્યક્તિ જેને આપ મળવાની સાથે જ એક કનેક્શન અનુભવો છો. આવું ગજબનું કનેક્શન આ પહેલાં અનુભવાયુ નથી. સમયની સાથે આ લાગમી વધુ ઉંડી થઈ જાય છે. આપને તેનો અનુભવ થવા લાગે છે, કોઇ છે જેને આપ સૌથી વધુ પ્રેમ કરો છો. આપની નજિકનો વ્યક્તિ આપને દરેક લેવલે સમજે છે અને જે આપને શાંતિ અને આપને ચારેય તરફ ખુશીઓ વીખેરે છે.' જોકે, મલાઇકાએ તેની પોસ્ટમાં કોઇનું નામ લખ્યુ ન હતું.



આપને જણાવી દઇએ કે મલાઇકાએક 16 વર્ષનાં દીકરાની માતા છે તેનાં અને અરબાઝનાં લગ્ન 1998માં થયા હતાં.આ જોડીએ વર્ષ 2017માં છુટાછેડા લીધા તેમનાં દીકરાનું નામ અરહાન છે. હાલમાં અરબાઝ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.