પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે પટનામાં મતદાન કર્યા પછી મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનારાં ભાજપનાં ભોપાલનાં ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરી હતી. નીતિશે કહ્યું હતું કે ભાજપે પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીમાંથી કાઢી મૂકવાની કાર્યવાહી અંગે વિચાર કરવો જોઈએ.

નીતિશ કુમારે એપ્રિલ-મે મહિનાં ચૂંટણી યોજવાના નિર્ણયની ટીકા કરી હતી. નીતિશ કુમારે કહ્યું કે એપ્રિલ-મેમાં ગરમીના કારણે ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો ઉત્સાહ ઓછો રહે છે. ચૂંટણી એક તબક્કામાં થાય તે જ યોગ્ય છે, પરંતુ દેશ મોટો છે તેથી બે કે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવી શકાય છે.



બિહારમાં સાત તબક્કામાં મતદાન થયું છે. સાતમા તબક્કા અંતર્ગત રવિવારે આઠ બેઠક પર મતદાન છે. બિહારમાં સાતમા તબક્કામાં નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારાકાટ, જહનાબાદમાં મતદાન છે.