મુંબઈઃ સંકટનો સામનો કરી રહેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ બુધવારે બોમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે, વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવો અને સંપત્તિ ટાંચમાં લેવાની મંજૂરી આપવી આર્થિક રીતે મૃત્યુદંડ આપવા જેવું છે. માલ્યાએ તેના વકીલ અમિત દેસાઇ દ્વારા જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેની પીઠ સમક્ષ આ નિવેદન આપ્યું હતું.

માલ્યાએ તેના વકીલ મારફતે કહ્યું, આ રીતે મારું દેવું અને વ્યાજ વધી રહ્યું છે. મારી પાસે દેવું ચુકવવા માટે સંપત્તિ છે પરંતુ સરકારે દેવું ચુકવવા માટે આ સંપત્તિના ઉપયોગની મંજૂરી આપી નથી. મારી સંપત્તિ પર મારું નિયંત્રણ નથી.


માલ્યાના વકીલે દેશભરમાં તેની સંપત્તિ જપ્ત કરવા સંબંધી કાર્યવાહી સામે આદેશ જાહેર કરવાની અરજી કરી હતી. જોકે, કોર્ટે અરજી પર કોઇ વચગાળાની રાહત આપવાની ના પાડી હતી. એક વિશેષ અદાલતે જાન્યુઆરીમાં માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી કાનૂન અંતર્ગત ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો.

TikTok  પરથી હટ્યો પ્રતિબંધ, ફરીથી ડાઉનલોડ માટે થશે ઉપલબ્ધ, જાણો વિગત

ગુરદાસપુરથી સની દેઓલને ટિકિટ મળવાથી સ્વ. વિનોદ ખન્નાની પત્ની અકળાઇ, જાણો શું કહ્યું

RBIની મોટી જાહેરાત, 200 અને 500 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો જૂની નોટનું શું થશે