અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલનાં રોજ થવાની છે. જેના માટે હાલ સરકારી કર્મચારીઓને ચૂંટણી માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાની બી.જે મેડિકલનાં ઓડિટોરિયમમાં પણ આવી એક ટ્રેનિંગ ચાલી રહી હતી. જેમાં એક કર્મચારીનું હાર્ટ એટેક આવવાને કારણે મૃત્યું નીપજ્યું હતું.


આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, જે કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનાં કર્મચારી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ જિલ્લા ચૂંટણી અધિકારીઓ આ અંગે વધુ તપાસ કરી રહ્યાં છે.


નોંધનીય છે કે, ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન 43 કે 42 ડિગ્રી તાપમાન રહે છે. જેના કારણે અમદાવાદના લોકો આકરાં તાપમાં શેકાઈ ગયા છે. આ સાથે ગરમીના કારણે ઘણી બિમાર પણ જોવા મળ્યા છે.