સભામાં શહેરા ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પ્રવચન ટાંણે મતદારોને દૂઘના ભાવ સારા આપ્યા હોવા ઉપરાંત દુધનો ભાવ વધારો કરવાનું આપી વોટ જરા સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતને મતદારોને આડકતરૂ પ્રલોભન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર માટે ખાનપુર તાલુકાના શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે હાજરી આપી હતી. સભામાં તેઓએ ભાષણમાં 21 તારીખથી દુધના ભાવામં વધારો આપવાનું જણાવી વોટ સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.