મુંબઈઃ બોલિવૂડમાં સૌથી વધારે ટેક્સ ભરનાર એક્ટર્સમાં અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર આવે છે. અમિતાભ બચ્ચને વર્ષ 2018-19માં 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપી છે.

અમિતાભ બચ્ચનના પ્રવક્તા અનુસાર અમિતાભ બચ્ચને નાણાંકીય વર્ષ 2018-19માં 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. ઉપરાંત અમિતાભ બચ્ચને ચેરિટીમાં પણ ઘણું દાન આપ્યું છે. બિગ બીના પ્રવક્તા અનુસાર તેમણે 14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ જવાનોને 10 લાખ રૂપિયા આપ્યા હતા.

અમિતાભ બચ્ચને બિહારના મુઝફ્ફરપુરના 2,084 ખેડૂતોનું દેવું પણ ચૂકવ્યું હતું. અમિતાભ બચ્ચને કેરળમાં વિતેલા વર્ષે આવેલ પૂર બાદ પૂર પીડિતોને 51 લાખ રૂપિયાની મદદ કરી હતી. ઉપરાંત તેમમે 80 જેકેટ, 25 પેન્ટ, 20 શર્ટ અને સ્કાર્ફ પણ દાનમાં આપ્યા હતા.