ગુજરાતની આ બેઠક પર ભાજપના ઉમેદવારને ટીકિટ અપાતાં કોણ થયું નારાજ, નામ જાણીને ચોંકી જશો
abpasmita.in | 25 Mar 2019 08:44 AM (IST)
વલસાડ: લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મોટા ભાગની સીટો પર રિપીટ ઉમેદવાર જાહેરા કર્યા છે ત્યારે વલસાડ-ડાંગ બેઠક પર ભાજપે રિપીટ ફોર્મુલા અપનાવતાં વર્તમાન સાંસદ કે.સી.પટેલને રિપીટ કરાયા છે. જેને લઈ પ્રબળ દાવેદાર ગણાતા તેમના સગા ભાઈ ડી.સી.પટેલ નારાજ થયા છે. ધરમપુરના ડી.સી.પટેલ ભાજપના તમામ વોટ્સએપ ગ્રુપમાંથી સ્વૈચ્છિક નીકળી જતાં તેમની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે. આ ઉપરાંત તેમણે ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી દેતાં રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ધરમપુરના ડી.સી.પટેલ ભાજપના તમામ વોટ્સએપ ગ્રુપમાંથી સ્વૈચ્છિક નીકળી જતાં તેમની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે. આ ઉપરાંત તેમણે ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી દેતાં રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે.