નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ દાવો કર્યો હતો કે, કોગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજ્ય સરકારથી નારાજ છે અને તે કોઇ પણ સમયે કોઇ પણ નિર્ણય કરી શકે છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની કોગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની સરકાર પર 23 મે  2018થી ખતરો મંડરાઇ રહ્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ બંન્ને પાર્ટીઓએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી.

બીએસ યેદીયુરપ્પાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, કોગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજ્યની વર્તમાન સરકારથી નાખુશ છે. તેઓ ગમે ત્યારે કોઇ નિર્ણય લઇ શકે છે. અમે રાહ જોઇ રહ્યા છીએ.