સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સલમાન સરોગેસી દ્વારા પિતા બનવાનું વિચારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કરણ જોહર, તુષાર કપૂર, આમિર ખાન, શાહરૂખ ખાન, એકતા કપૂર, સની લિયોન સરોગેસી દ્વારા માતા-પિતા બની ચૂક્યાં છે.
આમ પણ સલમાન ખાન બાળકોને બહુ જ પ્રેમ કરે છે. ઘણા પ્રસંગોએ તે બાળકો સાથે મસ્તી કરતો જોવા મળ્યો છે. પછી તે ફાર્મ હાઉસ પર આહિલ સાથે રમવું હોય કે 'ટ્યુબલાઇટ'ના પ્રમોશન દરમિયાન કોસ્ટાર સાથે મસ્તી હોય. સલમાનને બાળકોની આસપાસ રહેવાનું પસંદ પડે છે.
જોકે, સલમાન એક વખત મજાકમાં કહી ચૂક્યો છે કે, હું સારો પુત્ર છું અને સારો પિતા બની શકું છું. પરંતુ કદાચ હું સારો પતિ નહીં બની શકું. સલમાનના ફેન્સને વિશ્વાસ છે કે, તે સારો પિતા બનશે. કેમ કે, તે બાળકોને સારી રીતે સમજે છે.