નવી દિલ્હીઃ ચૂંટણી માહોલની વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા બાદ રાજકીય ધમાસાન તેજ થઇ ગયુ છે. હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમને આશંકા દર્શાવી છે કે તેમના ઘરે પણ ઇન્કમટેક્સના દરોડા પડી શકે છે. તેમને ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને ચૂંટણી અભિયાનને પ્રભાવિત કરવાનું કાવતરુ ગણાવ્યુ છે. ચિદમ્બરમે આઇટી મેરાથન રેડ બાદ મોડી રાત્રે ટ્વીટ કરીને આશંકા દર્શાવી હતી.




પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કર્યુ, લખ્યુ 'મને જાણકારી મળી છે કે આઇટી વિભાગ શિવગંગા અને ચૈન્નાઇમાં મારા ઘરે રેડ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમે સર્ચ પાર્ટીનુ સ્વાગત કરીશું.'



નોંધનીય છે કે, રવિવારે મધ્યપ્રદેશના સીએમ કમલનાથના નજીકના લોકો વિરુદ્ધ ઇન્કમટેક્સની મોટી રેડ થઇ, જેમાં 50થી વધુ ઠેકાણાંઓ પર મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીની ટીમે આ દરોડામાં કરોડોનુ કેશ, ખાસ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.