અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે 4 બેઠકો પર વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં 26એ 26 લોકસભાની બેઠકો ભાજપે હાંસલ કરી હતી. વિધાનસભા પેટા ચૂંટણીની 4 બેઠકો પણ ભાજપે જીતી લીધી હતી.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યો મંગળવારે સવારે શપથ લેશે. મંગળવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.
ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે-સાથે ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠક પર આશાબેન પટેલ, માણાવદર સીટ પર જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ જીત્યા હતા.
મંગળવારે સવારે ગુજરાત ભાજપના કયા 4 MLAs શપથ લેશે, જાણો વિગત
abpasmita.in
Updated at:
27 May 2019 03:26 PM (IST)
ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે-સાથે ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠક પર આશાબેન પટેલ, માણાવદર સીટ પર જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ જીત્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -