પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના 10માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
abpasmita.in | 29 May 2019 04:34 PM (IST)
અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપે 60 વિધાનસભા સીટમાંથી 41 સીટો પર જીત મેળવી છે.
ઇટાનગર: ભાજપના વરિષ્ઠ નેતા પેમા ખાંડુએ બુધવારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ બ્રિગેડિયર(સેવાનિવૃત) બી.ડી. મીશ્રાએ પેમા ખાંડુને સીએમ પદના ગુપ્તતાના શપથ લેવડાવ્યા. તે સિવાય મંત્રીમંડળના 11 મંત્રીઓએ પણ શપથ લીધા. ખાંડુએ અરુણાચલ પ્રદેશના 10માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા. પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપે 60 વિધાનસભા સીટમાંથી 41 સીટો પર જીત મેળવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અવસર પેમા ખાંડુને શુભેચ્છા આપી હતી. કોંગ્રેસના કયા ધારાસભ્યએ અલ્પેશના દાવાને આપ્યું સમર્થન? જુઓ વીડિયો