તેમણે કહ્યું કે, વિતેલા 18 મહિનાથી તબિયત ખરાબ છે. અરૂણ જેટલીએ કહ્યું, ‘આ મારા માટે સન્માનની વાત રહી છે કે હું વિતેલા પાંચ વર્ષતી એ સરકારનો હિસ્સો રહ્યો જેનું નેતૃત્વ તમે (મોદી) કરી રહ્યા હતા. આ પહેલા પણ પાર્ટીએ એનડીએના કાર્યકાળમાં મને અનેક જવાબદારી સોંપી હતી. જ્યારે આપણે સરકારમાં હતા ત્યારે અને જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ. હું આથી વધારેની માગ ન કરી શકું.’
New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A)
વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા. ત્યાર બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મીડિયામાં એક સમયે રહેલ કેન્દ્રીય મંત્રીની સ્વાસ્થ્યની સ્થિતિને લઈને જે અહેવાલ ચાવી રહ્યા છે, તે ખોટા અને આધારવિહોણા છે.’