લોહરદગાઃ ઝારખંડના લોહરદગામાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર જબરદસ્ત એટેક કર્યો, મોદીએ કહ્યું કે, મોદીને ગાળો આપનારા હવે ઇવીએમને ગાળો આપી રહ્યાં છે. વિરોધીઓ હવે હારનું ઠીકરુ ઇવીએમ પર ફોડવાની તૈયારીમાં છે. મોદીએ કહ્યું કે, ત્રણ તબક્કાના મતદાન બાદ હવે વિરોધીઓને ખુલી રીતે પરાજય સ્વિકાર કરવા સિવાય કાંઇ બચ્યુ નથી.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમને તો બીજા તબક્કામાં જ અંદાજ આવી ગયો હતો કે, છતાં વાત કરવાની હિંમત કરી રહ્યાં હતાં. કાલની ચૂંટણી બાદ બધાનો મોં લટકી ગયા હતા. ચહેરા માયુસ થઇ ગયા છે. વિરોધીઓએ માની લીધુ છે કે 'ફિર એકબાર મોદી સરકાર'



મોદીએ કહ્યું કે, ત્રીજો તબક્કો પુરો થતા થતાં આ લોકોએ પોતાની તોપનુ મોં ફેરવી દીધુ છે. અત્યાર સુધી તેઓ મોદીને ગાળો આપતા હતા, હવે ગાળો ઇવીએમને આપી રહ્યાં છે. પોતાની હારનુ ઠીકરુ ઇવીએમ પર ફોડવાની શરૂઆત તેમને પહેલાથી જ કરી દીધી છે.