નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મોટો નિર્ણય કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ નહીં થાય.
સાથે જ ચૂંટણી પંચે એ પણ કહ્યું કે, લોકસભા ચૂંટણીની વચ્ચે જેટલી પણ બાયોપિક રિલીઝ થઈ રહી છે, તેના માટે એક કમિટી બનશે. રિવ્યૂ બાદ જ આવી ફિલ્મ રિલીઝ થશે. એવી બાયોપિક ફિલ્મ જેનાથી કોઈપણ પાર્ટીને ફાયદો થઈ શકે છે, તેના પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે.
નોંધનીય છે કે, ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવાવની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એ જોવાનું કામ ચૂંટણી પંચનું છે. ત્યાર બાદ ચૂંટણી પંચે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, ફિલ્મ મેકર્સને લાગ્યો મોટો ઝાટકો
abpasmita.in
Updated at:
10 Apr 2019 02:31 PM (IST)
ચૂંટણી પંચે મોટો નિર્ણય કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -