નવી દિલ્હીઃ દેશની સૌથ મોટી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને રાહત આપતા વ્યાજ દરમાં 0.05 ટકા ઘટાડો કર્યો છે. એમસીએલઆર અને હોમ લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 10 એપ્રિલથી લાગુ થશે. બેંકે બચત ખાત પર મળનારા વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યા છે.

સ્ટેટ બેન્કે 39 લાખ સુધીની હોમ લોનના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે 30 લાખ રૂપિયા કરતા ઓછી હોમ લોન પર વ્યાજ દર 8.60 ટકાથી 8.90 ટકા થશે જે અત્યારે 8.70 ટકાથી 9 ટકા જેટલા છે. રિઝર્વ બેન્કે હાલમાં જ રેપોરેટ ઘટાડીને 6 ટકા કર્યો હતો. ત્યાર બાદ સ્ટેટ બેન્ક એવી ત્રીજી બેન્ક છે જેણે લોન સસ્તી કરી હોય.



ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)એ એક વર્ષ અને તેનાથી વધુ સમયની લોનમાં વ્યાજ દરમાં સામાન્ય 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્કે MCLR આધારિત વ્યાજ દર ઘટાડીને 8.65 ટકા કરી નાંખ્યો છે. બે અને ત્રણ વર્ષની લોનમાં MCLR ક્રમશઃ 8.75 ટકા અને 8.85 ટકા થશે. ગયા અઠવાડિયે સાર્વજનિક ક્ષેત્રના બેન્ક ઑફ મહારાષ્ટ્રએ MCLR 0.05 ટકા ઘટાડીને 8.70 ટકા કરી નાંખ્યો હતો.