PM મોદીએ ટ્વિટર પર પોતાના નામ પરથી હટાવ્યો ‘ચોકીદાર’ શબ્દ
abpasmita.in | 23 May 2019 08:03 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ટ્વિટર પર પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી લીધો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને એકલા હાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ટ્વિટર પર પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી લીધો છે. સાથે પોતાના સાથી નેતાઓએ પણ ચોકીદાર શબ્દ હટાવવાનો આગ્રહ કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે ચોકીદાર ભાવનાને આગલા સ્તર પર લઇ જવાનો સમય આવી ગયો છે. આ ભાવનાને તમામ ક્ષણ જીવિત રાખવા અને ભારતની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખો.