કોલકાતા: તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.


બ્રાયને ટ્વિટ કરતા લખ્યું, એક્સપાયરી બાબૂ પીએમ, અમે સીધી વાત કરો. કોઈ તમારી સાથે નહી જાય. એક કોર્પોરેટર પણ નહી જાય. શું તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો કે ખરીદ-વેચાણ કરી રહ્યા છો. તમારી એક્સપાયરીની તારીખ નજીક છે. આજે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ. તમારા પર ખરીદ-વેચાણનો આરોપ છે.

પ્રધાનમંત્રી મોદીએ હુગલી જિલ્લાના શ્રીરામપુરમાં સોમવારે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને ચૂંટણીમાં જીત બાદ તેમની પાર્ટી છોડી દેશે. મમતા બેનર્જિ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, તમારા પગ નીચેથી રાજનીતિક જમીન સરકી ગઈ છે.