અમરેલીઃ વડાપ્રધાન મોદીએ આજે અમરેલીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆત અમરેલી પંથકના સંતો ભોજલરામ બાપા, બજરંગદાસ બાપા, ભુરખીયા હનુમાનનો મહિમા વર્ણવ્યો હતો. જે બાદ તેમણે અમરેલીના કવિ રમેશ પારેખ, દુલાભાયા કાગ અને કવિ કલાપીની સંવેદનશીલતાનો વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો.

તમારા અને મારા વચ્ચે એક પ્રકારનો ઘેરાબો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કહ્યું 2001 પછી મારી નવી જિંદગી ચાલું થઈ. તમારા અભૂતપૂર્વ સહયોગથી સત્તાના આટાપાટા અને રાજકીય ગલીઓમાં નીકળ્યો. ગયા બે દાયકામાં અમરેલીની સામાજીક, રાજકીય કે સાંસ્કૃતિક એવી કોઈ ઘટના નહીં હોય જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો સમય તમારી સેવા કરવાનો મને મોકો મળ્યો છે. તમારા અને મારા વચ્ચે એક પ્રકારનો ઘરોબો બની ગયો છે. ગુજરાતી તરીકે તમારો તો મારા પર અન્ય લોકો કરતા વિશેષ અધિકાર રહ્યો છે.



મારી આ જાહેરસભા નહીં પણ ધન્યવાદ સભા છે

પીએમ મોદીએ ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતાડવાની અપીલ કરીને કહ્યું કે, મેં પાછલા પાંચ વર્ષમાં જે પણ કોઈ નિર્ણય કર્યા છે તેમાં કઠોર નિર્ણંય પણ હતા, દેશના ગરીબમાં ગરીબ લોકોનો ખ્યાલ હતો અતો સાથે સાથે દેશના યુવાનોના સપના પણ ધ્યાનમાં હતા. દેશના 125 કરોડ લોકોનો મારા પર અતૂટ અવિશ્વાસ રહ્યો છે. જે કોઈ નિર્ણયો કર્યા છે તે આપના આશિર્વાદથી કર્યા છે. મારી આ જાહેરસભા નહીં પરંતુ મારી આ ધન્યવાદ સભા છે.

સરદાર પટેલનો કર્યો ઉલ્લેખ

મોદીએ એમ પણ કહ્યું કે, સરદાર સરોવર ડેમનું નિર્માણ કાર્ય રોકવાનું કામ કોઈએ કર્યું હોય તો તે માત્ર ને માત્ર કોંગ્રેસના રાજકારણે કર્યું હતું. દિલ્હીમાં સત્તા મળી એટલે 17માં દિવસે બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. ડેમનું કામ પુરૂ થઈ ગયું અને આજે પાણી ગામે ગામ પહોંચ્યું છે. રોજના સરેરાશ 10-12 હજાર લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ ને નમન કરવા આવે છે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના પર પણ રાજનીતિ કરવાનું બાકી રાખ્યું નથી.

પાકિસ્તાન પર કર્યો પ્રહાર

ઉરીનો બદલો મોદીએ લીધો કે નહીં? સર્જીકલ સ્ટ્રાઈક કરી કે ન કરી? ઘરમાં ઘૂસીને પાકિસ્તાનનો ખેલ પાડ્યો. પ્રથમ વખત વિશ્વ સમક્ષ પાકિસ્તાન રડી રહ્યું છે. મારો ફોન ઉપાડવા માટે આજીજી કરવી પડે છે. ભારતની સેનાએ જે પરાક્રમ કર્યુ, વીર જવાનોએ જે પરાક્રમ કર્યુ તેણે દુનિયાને ભારની તાકાત બતાવી દીધી. પુલવામામાં 40 જવાનો મરી ગયા હતા. કોંગ્રેસીઓએ કેન્ડલ લાઇટના કાર્યક્રમો ઘડતા હતા કે મોદીને પાડી દઈશું. હજુ તો બારમું નહોતું થયું. પાકિસ્તાને આખી સરહદ પર લગાવી દીધું. હું રોજ મોનિટર કરતો હતો.


CSKvSRH: ધોની બાદ હવે જાડેજાએ પણ કરી એમ્પાયર સાથે દલીલ, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનમાં પ્રથમ કલાકમાં કોણે-કોણે આપ્યો મત, જુઓ તસવીરો

નીતિન પટેલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ  પર શું કર્યો કટાક્ષ, જાણો વિગત