નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર નવો લુક શેર કર્યો છે. જેમાં કોહલી પંજાબી લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે માથા પર પાઘડી બાંધી છે અને પઠાણી સૂટ પંજાબી ડ્રેસ પહેર્યો છે. વિરાટે હાથમાં કડુ પણ પહેર્યું છે. ગુલાબી પાઘડી પહેરીને વિરાટ આ તસવીરમાં હાથ જોડીને ઊભો છે, તેણે તસવીરની સાથે તમામને સતશ્રી અકાલ પણ કહ્યું છે.

વિરાટનો આ લુક ટ્વિટર પર વાયરલ થયો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેને લાઇક કરી ચુક્યા છે અને ઘણા ફેન્સ તેને રિટ્વિટ કરી ચુક્યા છે. વિરાટ કોહલી હાલ આઇપીએલમાં વ્યસ્ત છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે રમી રહ્યો છે. જોકે હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં આરસીબી ધાર્યા મુજબનો દેખાવ કરી શકી નથી અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. આ સ્થિતિમાં આરસીબીનું પ્લે ઓફમાં પહોંચવું અશક્ય છે.


આઈપીએલ બાદ વિરાટ કોહલીની નજર ઇંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહેલા વર્લ્ડકપ પર છે. તાજેતરમાં જ ભારતની વર્લ્ડ કપ જાહેર થઈ ચુકી છે. વિરાટ કોહલી તેની કરિયરમાં ત્રીજી વખત વર્લ્ડ કપ રમશે.


Video: ‘ઘર ઘર મૈ હૈ ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર’ મોદીએ આણંદમાં મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી લેવડાવ્યો સંકલ્પ

શિલ્પા શેટ્ટીએ પુત્રને ખોળામાં બેસાડી કર્યું જિમમાં વર્ક આઉટ, વીડિયો થયો વાયરલ