PM મોદી અને રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રમાં ગજવશે સભા, જાણો શું છે કાર્યક્રમ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Apr 2019 09:05 AM (IST)
રાહુલ ગાંધી જૂનાગઢમાં અને નરેન્દ્ર મોદી અમરેલીમાં ગજવશે સભા. સૌરાષ્ટ્રમાં બેઠકો માટે ભાજપ કોંગ્રેસના દિગ્ગજો ઉતર્યા છે મેદાનમાં.
અમરેલીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ત્રણ સભાઓ સંબોધ્યા પછી આજે સૌરાષ્ટ્રમાં સભા કરવાને છે. બીજી તરફ આજે રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રમાં સભા કરવાના છે. આજે મોદીની અમરેલીમાં સભા છે, તો રાહુલ ગાંધીની જુનાગઢના વંથલીમાં સભા છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા રાહુલ ગાંધીની અમરેલીમાં સભા હતી, ત્યાં આજે નરેન્દ્ર મોદી સભા કરવા જઈ રહ્યા છે. એવી જ રીતે ગત 10 તારીખના રોજ પી.એમ મોદીની જૂનાગઢમાં પ્રથમ સભા હતી. અહીં હવે રાહુલ ગાંધી સભા કરવા જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની બંને બેઠક કબ્જે કરવા બંને પાર્ટીના ટોચના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પાટીદારોના ગઢ અમરેલીમાં આજે પી.એમ મોદી પ્રચાર કરશે. અમરેલી લોકસભાની વિસ્તારમાં આવતી વિધાનસભાની 5 બેઠકો કોંગ્રેસ પાસે તો મહુવા અને ગારીયાધાર 2 બેઠક પર ભાજપનો કબ્જો છે.