નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનને લઈને લોકો ઘણું બધું જાણતા હશે પરંતુ તેમના વ્યક્તિગત જીવન અંગે લોકોને ઘણી બધી ખબર નહીં હોય. રાજકીય સાક્ષાત્કારથી અલગ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીના અંગત જીવન અંગેની કેટલીક યાદો તાજા કરાવી હતી જેમાં ઘણા રહસ્યો ખુલ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણાં વિપક્ષના નેતાઓની પ્રશંસા પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી હતી.


નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મમતા દીદી આજે પણ મને વર્ષમાં એક-બે કુર્તા પોતે પસંદ કરીને મોકલે છે. જ્યારે મમતા દીદીને ખબર પડી ત્યારથી મારા માટે પણ તેઓ કોઈને કોઈ મીઠાઈ પણ મોકલાવે છે.

આ ઉપરાંત પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારી ગુલામ નબી આઝાદ સાથે સારી મિત્રતા છે. અમે પરિવારની જેમ રહીએ છીએ.